Welcome To District Education Committee

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ-૧૭૪૯ તથા તે આનુસંગિક બનેલ મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો-૧૯૪૯ આધારે દરેક જીલ્લા તથા નગરપાલિકામાં સ્કુલબોર્ડની રચના કરવામાં આવે છે.અને આ સ્કુલબોર્ડ (જિ.પં,શિ.સમિતિ) પોતાના કાર્યક્ષેત્ર વિસ્તારમાં પ્રાથમિક શિક્ષણ અંગેની સત્તાઓ,ફરજો અને નાણાકીય સાધનોનું નિયંત્રણ અને માર્ગદર્શનનું કાર્ય ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તથા વડી કચેરી પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીના સુચન અનુસાર તેમજ ગુજરાત પંચાયત અધિનિયમ,૧૯૯૩ ની કલમ-૧૪૫(૧)-૩ના પ્રબંધ પ્રમાણે જિ.પં.ના શિક્ષણને લગતા કાર્યો બજાવવા અને સાહિત્યિક તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિ ચલાવવાની જવાબદારી આ સમિતિને (સ્કુલબોર્ડને) સોપેલ છે.

તા.૨/૧૦/૧૯૯૭ થી પાટણ જીલ્લાની નવરચના થયેલ છે તેમજ તા.૧/૧/૯૯ થી જીલ્લા શિક્ષણ સમિતિ,જિ.પં.પાટણ અસ્તિત્વમાં આવતા પાટણ જિલ્લા પંચાયત કાર્યક્ષેત્ર વિસ્તારમાં પ્રારંભિક શિક્ષણની જવાબદારી આ સમિતિ સંભાળે છે.સમિતિ રાષ્ટ્રની નીતિ અને રાષ્ટ્રની યોજનાના માળખામાં રહીને જિલ્લામાં શિક્ષણનું આયોજન,શિક્ષણ કાર્યની મોજણી અને મૂલ્યાંકન,પોતાના વિસ્તારમાં ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને માન્યતા,સમિતિ દ્વારા ચાલતી શાળાઓનું નિરીક્ષણ અને તેની પરીક્ષા લેવાની કામગીરી, શિક્ષણ અંગેના ફંડ સ્વીકારવા અને તેનો વહીવટ કરવા તથા જીલ્લાની સમગ્ર શૈક્ષણિક પ્રવૃતિને મદદ,દોરવણી અને ઉત્તેજન આપવાની કામગીરી(જવાબદારી) સંભાળે છે.સાથોસાથ પ્રા.શિ.ના મહેકમ સંબધિત તેમજ પ્રા.શાળાઓના મિલ્કત ઉભી કરવી,જાળવણી કરવી,કે સવર્ધિત કરવાની કામગીરી પણ કરે છે.

બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ-૨૦૦૯ તા.૧/૪/૧૦ થી ગુજરાતમાં લાગું પડતા આ અધિનિયમની કલમ ૯ માં વર્ણવેલ સ્થાનિક સત્તાતંત્રની ફરજો તથા અધિનિયમની અન્ય જોગવાઈઓ તેમજ આ અંગે નક્કી કરેલ ગુજરાત બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણ અધિકાર નિયમો-૨૦૧૨ માં માર્ગદર્શિત કરેલ નિયમો વડે ધોરણ ૧થી૮ ના પ્રારંભિક શિક્ષણની સઘળી જવાબદારી સમિતિ પોતાના કાર્યક્ષેત્ર વિસ્તાર માટે સંભાળે છે.

Like Us